અંકલેશ્વર : આમલાખાડી નજીક કારસવાર પોલીસકર્મીએ 6થી વધુ લોકોને અડફેટે લીધા, જુઓ પછી શું થયું..!

અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામ નજીક આવેલી આમલાખાડીના ઓવરબ્રીજ પાસે એક પોલીસકર્મીએ 6થી વધુ લોકોને અડફેટે લીધા હતા.

New Update
અંકલેશ્વર : આમલાખાડી નજીક કારસવાર પોલીસકર્મીએ 6થી વધુ લોકોને અડફેટે લીધા, જુઓ પછી શું થયું..!
Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામ નજીક આવેલી આમલાખાડીના ઓવરબ્રીજ પાસે એક પોલીસકર્મીએ 6થી વધુ લોકોને અડફેટે લીધા હતા.

Advertisment

મળતી માહિતી અનુસાર, નેશનલ હાઇવે નંબર 48થી અંકલેશ્વર તરફ આવતી ઇકો કાર નંબર GJ-16-CN-9940ના ચાલક ગુલાબ સાકરેએ પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં પિરામણ ગામ તરફ જતી વેળાએ 6થી વધુ વાહનચાલકો અને લારીવાળાઓને અડફેટે લીધા હતા. ત્યારબાદ ગુલાબ સાકરે સ્થળ પરથી ભાગવા જતા સ્થાનિકોએ ઝડપી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અકસ્માત કરનાર વાહન ચાલકની તપાસ કરતા તે પોલીસકર્મી હોવાનું બહાર આવ્યું હતું. જેથી સ્થાનિકો દ્વારા નજીકના પોલીસ સ્ટેશને જાણ કરી ગુલાબ સાકરેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. ઘટના બાદ તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર હેઠળ નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, અકસ્માતના પગલે કેટલાક લોકોને ગંભીર ઇજા થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

Latest Stories