/connect-gujarat/media/post_banners/99b98bda44bfaa6ef9face2ae7905b18dfdb76e6de5aefb0a1d532d8cf87282a.jpg)
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ડુંગરા ગામેથી છેલ્લા 18 વર્ષથી કાવડ યાત્રિકો દ્વારા પગપાળાનું આયોજન કરવામાં આવે છે. કામરેજના ડુંગરા ગામેથી અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નજીકથી પાવન સલીલા માઁ નર્મદા નદીનું પવિત્ર જળ કાવડમાં લઈ જવામાં આવે છે. આ પવિત્ર જળને કામરેજના ડુંગરા ગામ સ્થિત ભીમનાથ મહાદેવ મંદિરે અર્પણ કરવામાં આવે છે, જ્યાં શિવલિંગને જળાભિષેક કરી ભગવાન શંકરના આશીર્વાદ લેતા હોય છે, ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર અધિક શ્રાવણ માસ નિમિત્તે મોટી સંખ્યામાં કાવડ યાત્રિકોએ ભવ્ય કાવડ યાત્રા યોજી હતી. જેમાં ડીજેના તાલે વાજતે-ગાજતે કાવડ યાત્રિકો સુરતથી અંકલેશ્વર આવી પહોચ્યા હતા. આ દરમ્યાન હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.