Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા યોજાય ઘૂંટણ અને સાંધાના દુખાવાનો કેમ્પ, 170થી વધુ દર્દીઓએ લીધો લાભ

પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જે.સી.આઈ.હોલ ખાતે ઘૂંટણ અને સાંધાના દુખાવાનો બે દિવસીય કેમ્પ યોજાયો

X

અંકલેશ્વરમાં યોજાયો અનોખો કેમ્પ

પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા કેમ્પનું આયોજન

ઘૂંટણ અને સાંધાના દુખાવાનો કેમ્પ યોજાયો

પોલિસેન્ટ્રીક ની-બ્રેસનું કરાયું વિતરણ

170થી વધુ લોકોએ લીધો લાભ

પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જે.સી.આઈ.હોલ ખાતે ઘૂંટણ અને સાંધાના દુખાવાનો બે દિવસીય કેમ્પ યોજાયો હતો જેનો 170થી વધુ લોકોએ લાભ લીધો હતો

ઉમરલાયક વ્યક્તિઓમાં ઘૂંટણના અસહ્ય દુખાવાની ફરિયાદ સામાન્ય રીતે દુનિયાના દરેક ભાગમાં જોવા મળે છે. દુખાવાની દવાઓ લેતા રાહત થાય છે. પરંતુ દુ:ખાવો મટતો નથી. વૈજ્ઞાનિક પધ્ધતિ વિકસાવવામાં આવે પોલીસેન્ટ્રીક ની-બ્રેસ ઘૂંટણના દુખાવામાં કાયમી રાહત આપે છે ત્યારે પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા ભારત વિકાસ પરિષદ,લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના NSS યુનીટ અને જેસીઆઈ અંકલેશ્વરના સહયોગથી સ્વ.એમ.એસ.જોલી સાહેબની પ્રેરણાથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

બે દિવસીય કેમ્પનો દીપપ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે પ્રો લાઈફ ફાઉન્ડેશનના અનુરીત કૌર જોલી, ભારત વિકાસ પરિષદના પ્રમુખ નરેશ ઠક્કર,જે.સી.આઈ.અંકલેશ્વરના પ્રમુખ કિંજલ શાહ, લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના આચાર્યા ડો.નિધિ ચૌહાણ,જૈન સોશ્યલ ગ્રૂપ જામનગરના શરદ શેઠ, પ્રો લાઈફ ગ્રુપના યોગેશ પારિક સહિતના આમંત્રીતો ઉપસ્થિત રહયા હતા.

બે દિવસીય કેમ્પનો 170થી વધુ લોકોએ લાભ લીધો હતો જેઓને પોલિસેન્ટ્રીક ની-બ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ટેક્નિકની જો વાત કરવામાં આવે તો ઘૂંટણના દુ:ખાવાના દર્દીઓ માટે પોલીસેન્ટ્રીક ની-બ્રેસ વૈજ્ઞાનિક પધ્ધતિથી તૈયાર કરેલ છે. આ બ્રેસમાં ઘૂંટણ ઉપર આવતું શરીરનું વજન બ્રેસ ઉપર ટ્રાન્સફર કરવામાં આવે છે. તેથી દુખાવાની તકલીફ અટકે છે.પીએનઆર સોસાયટી-ભાવનગરના P&O વિજય નાયક દ્વારા વિકસાવવામાં આવેલ પોલીસેન્ટ્રીક ની-બ્રેસની ડિઝાઇન પેટન્ટેડ છે.

Next Story