અંકલેશ્વર : ગડખોલ વિસ્તારની રાધેક્રિષ્ના સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, સ્થાનિકોમાં રોષ...

New Update
અંકલેશ્વર : ગડખોલ વિસ્તારની રાધેક્રિષ્ના સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, સ્થાનિકોમાં રોષ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામની હદમાં આવેલ રાધેક્રિષ્ના સોસાયટીના સ્થાનિકો રોડ-રસ્તા અને ગટર તેમજ પાણીની સુવિધાના અભાવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે સ્થાનિકોએ બિલ્ડર તેમજ સોસાયટીના પ્રમુખને રજૂઆત કરી હતી. પરંતુ તેઓની રાજરમતમાં સ્થાનિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.

Advertisment

હાલ ચોમાસાની સિઝનમાં રોડ રસ્તા પર કાદવ-કીચડમાંથી પસાર થતાં નાના બાળકો, મહિલાઓ સહિત વૃદ્ધોને ભારે હાલાકી વેઠવી પડે છે, ત્યારે રાધેક્રિષ્ના સોસાયટીમાં ગટર અને પાણીની સુવિધા આપવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ : ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં કોઈ બે’જવાબદાર ઉદ્યોગ દ્વારા મુક્ત કરાયું પ્રદુષિત પાણી..!

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

New Update
  • ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં ફેલાયું પ્રદૂષણ

  • નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

  • અગાઉ પ્રદુષિત પાણીથી થયા હતા ગાય અને જળચરોના મોત

  • આ મામલે GPCB દ્વારા યોગ્ય તપાસની સ્થાનિકો દ્વારા માંગ

  • પ્રદુષિત પાણી છે કે કેમ તે અંગે કનેક્ટ ગુજરાત પુષ્ટિ કરતું નથી

Advertisment

ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છેત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

પ્રાકૃતિક ધરોહર કહેવાતી નદીઓ જે રીતે પ્રદૂષિત થઈ રહી છેતે ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ પીવાના પાણીની સમસ્યાનો સામનો અનેક વિસ્તારો કરી રહ્યા છેત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે. અગાઉ પણ નર્મદા નદીમાં ભળી ગયેલ કેમિકલયુક્ત પાણી પીવાથી ગાયનું મોત થયું હોવાનો પશુપાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ તરફકેમિકલયુક્ત પાણીથી અગાઉ પણ આમલાખાડીમાં હજારો જળચરના મૃત્યુ થયા હતાત્યારે નર્મદા નદીમાં પ્રદુષણ ફેલાવવા સાથોસાથ નદીના જળચર જીવોને પણ તેની અસર થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જોકેકોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવેલ કેમિકલયુક્ત પાણી પ્રદુષિત છે કેકેમ... તેની પુષ્ટી કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ કરતું નથી. પરંતુ નર્મદા નદીને પ્રદૂષિત કરનાર તત્વો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કાસિયા ગામના સ્થાનિકોએ માંગ કરી છે.

Advertisment
Latest Stories