/connect-gujarat/media/post_banners/f401c92adb924484df391963974450c86b0af92acb5a66493a16cf039db6f60a.webp)
અંકલેશ્વર શહેર પોલીસે ચૌટા નાકા પાસે આવેલ મેઘના આર્કેડની પાછળના ભાગેના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર સાથે ખેપિયાને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા સુરતના અમરોલીના શ્યામ કોમ્પલેક્ષ રહેતો બુટલેગર આલોપ શ્રીચંદ્રવલી સિંધએ સ્વીફ્ટ કાર નંબર-જી.જે.05.સી.એમ.0520માં વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વર ખાતે મોકલ્યો છે જે કાર ચૌટા નાકા પાસે આવેલ મેઘના આર્કેટની પાછળના ભાગેના પાર્કિંગમાં ઉભી છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા
પોલીસે કારમાંથી વિદેશી દારૂની મોંઘીદાટ 61 નંગ બોટલ કબ્જે કરી હતી પોલીસે 32 હજારથી વધુનો દારૂ અને કાર મળી કુલ 2.42 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મૂળ સંજાણનો અને હાલ અમરોલીના શ્યામ કોમ્પલેક્ષમાં રહેતો બુટલેગર રોહિત ઉર્ફે ટાલો ગણેશ ઘોડીને ઝડપી પાડ્યો હતો જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર અંકલેશ્વરનો બુટલેગર અલ્પેશ હલદરીયા સહિત બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.