અંકલેશ્વર : ચિપ્સની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 16.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરતી ભરૂચ LCB પોલીસ

ચિપ્સની આડમાં આઇસર ટેમ્પોમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી

New Update
અંકલેશ્વર : ચિપ્સની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 16.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરતી ભરૂચ LCB પોલીસ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નં. 48 પરથી આઇસર ટેમ્પોમાં ચિપ્સની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચ LCB પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગામી હોળી-ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખી દારૂની રેલમ છેલમ અટકાવવા માટે ભરુચ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ભરુચ LCB પોલીસે બાતમીના આધારે, અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નં. 48 પર આવેલ ચૌધરી પેલેસ હોટલના પાર્કિંગમાં રહેલા મીની આઇસર ટેમ્પોમાં તપાસ હાથ ધરી હતી,

જ્યાં ડાયમંડ કંપનીની ચિપ્સની આડમાં આઇસર ટેમ્પોમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જોકે, પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની કડક પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો હરિયાણાથી સુરત તરફ લઈ જવાતો હોવાની કબૂલાત આપી હતી. સમગ્ર મામલે ભરૂચ LCB પોલીસે રૂ. 8 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને આઇસર ટેમ્પો મળી કુલ રૂ. 16.57 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે વિદેશી દારૂ ભરી આપનાર સહિત 2 લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ : અસુરીયા પાટીયા નજીક અકસ્માત બાદ ટ્રકચાલક કેબિનમાં ફસાયો, જુઓ “LIVE” રેસક્યું

અસુરીયા પાટિયા નજીક ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકને અકસ્માત નડતા ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો ફાયર ફાઈટર તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમે ટ્રક ચાલકનું રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો

New Update
  • NH-48 પર અસુરીયા પાટીયા નજીક અકસ્માત

  • અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રકની કેબિનમાં ફસાયો

  • 108 ઈમરજન્સી સહિત ફાયર ફાઈટરો દોડી આવ્યા

  • ફાયર ફાઈટરોએ ટ્રકચાલકનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું

  • ભારે જહેમત બાદ ટ્રકચાલકને હેમખેમ બહાર કાઢ્યો 

ભરૂચમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર અસુરીયા પાટીયા નજીક અકસ્માત બાદ ટ્રકચાલક કેબિનમાં ફસાયો હતો. જેને ફાયર ફાઈટરોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી હેમખેમ બહાર કાઢ્યો હતો.

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર અસુરીયા પાટિયા નજીક ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકને અકસ્માત નડતા ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. આ અંગે જાણ થતાની સાથે જ ફાયર ફાઈટર તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતીજ્યાં ટ્રકમાં ફસાયેલ ચાલકને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

ભારે જહેમત બાદ ટ્રક ચાલકને હેમખેમ બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફઅકસ્માતના પગલે રાત્રિના સમયે નેશનલ હાઇવે નંબર 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેથી પોલીસ અને ફાયર ટીમ અકસ્માતગ્રસ્ત વાહનને માર્ગ પરથી હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.