ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સારંગપુર ગ્રામ પંચાયતમાં સર્વે નંબર 193માં આવેલ શાંતિનગર-1 સોસાયટીમાં ખાનગી કંપનીના ટાવરને ઉભો કરવાથી વિવાદ સર્જાયો છે. આ મામલે સ્થાનિકોએ બૌડા વિભાગ, અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ તેમજ જીઇબી કચેરી ગડખોલના અધિકારીઓને સંબોધીને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં શાંતિનગર-1ના મકાન માલિકે પોતાના ઘર પર કોઈ ખાનગી કંપનીનું ટાવર લગાડેલ છે. સ્થાનિકોના વિરોધ વચ્ચે પણ મકાન માલિકે સ્થાનિકોના વિરોધને નજર અંદાજ કરી ખાનગી કંપનીનું ટાવર ઉભું કરતા ટાવરના રેડીએશનથી સ્થાનિકોના સ્વાસ્થય સામે મોટું જોખમ ઊભું થયું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. તદઉપરાંત ટાવર કોઈ કારણસર તૂટી પડે અને કોઈ જાનહાનિ થાય તેનો ભય પણ રહેણાંક વિસ્તારના લોકોમાં છે.
અંકલેશ્વર : શાંતિનગર-1માં ખાનગી કંપનીના ટાવર સામે સ્થાનિકોને વાંધો, કામકાજ બંધ કરાવવા તંત્ર સમક્ષ માંગ
સારંગપુર ગ્રામ પંચાયતમાં સર્વે નંબર 193માં આવેલ શાંતિનગર-1 સોસાયટીમાં ખાનગી કંપનીના ટાવરને ઉભો કરવાથી વિવાદ સર્જાયો છે.
New Update