/connect-gujarat/media/post_banners/7c7eabe3e08b962bc06e537a772e313385365d1fad43dd02f43902aa167f2293.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી' ડિવિઝન પોલીસ મથકના હદ વિસ્તરમાં લોકોએ આડેધડ પાર્ક કરેલા વાહનોને પોલીસે લોક કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના બી' ડિવિઝન પોલીસ મથકના હદ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લોકો જાણે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેમાં નિષ્કાળજી દાખવી લોકો માર્ગની આજુબાજુમાં આડેધડ વાહનો પાર્ક કરી ટ્રાફિકને અડચણ ઊભી કરતા હોવાથી અંકલેશ્વર બી' ડિવિઝન પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં ગડખોલ પાટિયાથી અંકલેશ્વર રેલવે સ્ટેશન સુધીના વિસ્તારમાં લોકોએ આડેધડ પાર્ક કરેલા વાહનોને લોક કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, પોલીસની કામગીરીના પગલે કેટલાક વાહનચાલકો તેમજ પોલીસ વચ્ચે ચકમક પણ જામી હતી.