Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: પોલીસ દ્વારા લોકોની સમસ્યા જાણવા લોકદરબારનું કરવામાં આવ્યું આયોજન,SP મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત

શહેરમાં લોકોની સમસ્યાઓ જાણવા અને તેના નિરાકરણ માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું

X

અંકલેશ્વર શહેરમાં લોકોની સમસ્યાઓ જાણવા અને તેના નિરાકરણ માટે ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર શહેરમાં લોકોની સમસ્યાઓ જાણવા માટે અને તેના નિરાકરણ માટે શહેરના આગેવાનો સાથે ખાસ વાતચીત માટે શહેર એ ડિવિઝન વિસ્તારના દિવા રોડ સ્થિત સેલિબ્રેશન હોલ ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતા માં શહેરના અગ્રણીઓ અને શહેરીજનો સાથે લોક દરબાર યોજવામાં આવી હતી..આ લોક દરબારમાં સ્થાનિકો દ્વારા શહેરનો સૌથી મોટો ટ્રાફિક અને વધતી જતી ચોરીઓ ની સમસ્યા બાબતે રજુઆત કરવામાં આવી હતી.આ બાબતે એસ.પી મયુર ચાવડા દ્વારા જણાવ્યું હતું કે આવનાર સમય માં પોલીસ વિભાગ દ્વારા નગરપાલિકાની ટીમને સાથે રાખી મુખ્ય રસ્તા પર ના દબાણો અને નાઈટ પેટ્રોલિંગમાં વધારો સાથે ચોરી સહિતના ગુન્હામાં પકડાયેલા આરોપી પર કાયદાની રાહે કઈ રીતે વધુ અંકુશ મૂકી શકાય તે પ્રકારનું આયોજન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે..જેથી કરી ફરી કોઈ ઈસમ ગુન્હો કરતા વિચારે.આ લોકો અદાલતમાં શહેર ટ્રાફિક પીઆઇ એસ કે ગામીત,શહેર એ ડિવિઝન પીઆઇ આર એચ વાળા સહિત અમીર મુલ્લાં,નરેન્દ્ર પટેલ ,વસીમ ફડવાલા, જીજ્ઞેશ અંદારિયા કિંજલ ચોહાણ,રફીક જગડીયાવાળા ભાવેશ કાયસ્થ ,જનક શાહ સહિતના આગેવાનો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story