/connect-gujarat/media/post_banners/a8b51759b04f27a0c34dd3d71163a51316741ce50679c984fb4892fdf3254ebc.jpg)
અંકલેશ્વરના રામકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના છેલ્લા સોમવારે રાતે લોક ડાયરો યોજાયો
ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે શ્રાવણ માસ નિમિત્તે અંકલેશ્વરના રામકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે ગતરોજ હોમાત્મક લઘુરુદ્ર સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી જ્યારે સાંજે મહાઆરતીનું આયોજન કરાયું હતું મહાનુભાવોએ ભગવાન માંડવ્યેશ્વર મહાદેવ સહિતના દેવોની આરતી ઉતારી હતી તો રાતે લોક ડાયરોનું પણ આયોજન કરાયું જેમાં જાણીતા કલાકાર ચિંતન પટેલ અને તેઓના વૃંદે ભજનોની રમઝટ બોલાવી હતી