/connect-gujarat/media/post_banners/759550831d32260139a5a9c346d427bd88717268681260565c25dbf215664471.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે આહીર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ મોગલ ધામ ખાતે માઁ મોગલ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે આહીર સમાજ દ્વારા મોગલ ધામનું નવનિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે માઁ મોગલના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં માતાજીના મંદિરે પૂજન-અર્ચન, હવન, મહાઆરતી અને રાસ-ગરબા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન સાથે માઁ મોગલ જયંતિની ઉજવણી કરાય હતી. આ સાથે જ રાત્રે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોપાલ ગ્રુપ-નવસારીના લોકગાયક વિરલ આહિર, ઈશ્વર આહિર તેમજ હાસ્ય કલાકાર નરેશ આહિરે લોકોને ખૂબ મોજ કરાવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ ડાહ્યા આહીર, સમસ્ત અંદાડા ગામ મોગલ પરિવાર તેમજ મોટી સંખ્યામાં માઈભક્તો ઉપસ્થિત રહ્યા હતા.