/connect-gujarat/media/post_banners/0aee46024a08c3b54d6ebeb3b42f5bb4b6573a4222977a3a6ac8921ebf8fc123.jpg)
અંકલેશ્વર નેશનલ હાઈવે પર મોતાલી પાટીયા નજીક આઈસર ટેમ્પો ચાલકે એકટીવા સવારને ટક્કર મારતા તેનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું
સોમવારના રોજ સવારે એકટીવા નંબર-જી.જે.૧૬.ડી.એચ.૫૮૦૬ લઇ એક યુવાન અંકલેશ્વર નેશનલ હાઈવે પર મોતાલી પાટીયા નજીકથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ આઈસર તમેપો નંબર-જી.જે.૦૪.એક્સ.૭૧૦૮ના ચાલકે એકટીવા સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એકટીવા સવારને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.