અંકલેશ્વર : 1 હજારથી વધુ કેન્સર પીડિતોએ કરાવી જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત કેન્સર ઇન્સ્ટિટયૂટમાં શ્રેષ્ઠ સારવાર

જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત કેન્સર ઇન્સ્ટિટયૂટ દ્વારા છેલ્લા 11 મહિનામાં 1 હજારથી વધુ કેન્સર પીડિત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપી પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે.

New Update
અંકલેશ્વર : 1 હજારથી વધુ કેન્સર પીડિતોએ કરાવી જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત કેન્સર ઇન્સ્ટિટયૂટમાં શ્રેષ્ઠ સારવાર

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત કેન્સર ઇન્સ્ટિટયૂટ દ્વારા છેલ્લા 11 મહિનામાં 1 હજારથી વધુ કેન્સર પીડિત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપી પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે.

અંકલેશ્વરના વાલિયા રોડ સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વર્ષ-2022ના એપ્રિલ મહિનામાં જિલ્લાભરના કેન્સર પીડિત દર્દીઓ માટે સારવારની અલાયદા વ્યવસ્થા શરૂ આવી છે. જયાબેન મોદી હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલ કેન્સરની સારવાર માટેના ઇન્સ્ટિટયૂટમાં છેલ્લા 11 મહિના જેટલા ટૂંકા ગાળામાં જ 1 હજારથી વધુ કેન્સરથી પીડાતા દર્દીઓની સારવાર કરવામાં આવી છે. એટલું જ નહીં, અહીના તબીબોએ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપી કેન્સર જેવી ગંભીર બીમારીમાંથી મુક્તિ અપાવી છે. જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત કેન્સર ઇન્સ્ટિટયૂટના હેડ ડો. દિવ્યેશ પાઠકે જણાવ્યું હતું કે, કેન્સરથી પીડાતા દર્દીઓ સારવાર માટે તબીબનું માર્ગદર્શન મેળવવા સાથે સારવાર બાદ આ બીમારીમાંથી મુક્તિ મેળવી શકે છે.

Latest Stories