ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલની મુલાકાત લઈ જરૂરી સાધન સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વર ખાતે ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી.અંકલેશ્વર ખાતે 45000 કરતા વધારે ઇ.એસ.આઈ.સી. કાર્ડ ધરાવતા કર્મચારીઓ રહે છે અને દર મહિને 9000 જેટલા કર્મચારીઓ આ હોસ્પિટલની સેવાનો લાભ લે છે.મનસુખ વસાવાએ હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફ સાથે વાતચીત કરી હતી અને તેમને મળતી સુવિધાઓ વિશે જાણકારી મેળવી અને અન્ય કઈ સુવિધાઓની જરૂરિયાત જણાય છે કે કેમ તે અંગેની માહિતી પણ મેળવી હતી. આ દરમ્યાન હોસ્પિટલ ખાતે ચાલતા આયુર્વેદિક સપ્તાહ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપી પણ આપી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન આરતીબેન પટેલ, અંકલેશ્વર નોટિફાઈડ ભાજપના પ્રમુખ જશુ ચૌધરી સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.