Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: નગર પાલિકા દ્વારા અટલ આર્કેડ તેમજ નવનિર્મિત સંત ખેતેશ્વર સર્કલનું લોકાર્પણ કરાયુ

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા બ્યુટીફિકેશન માટે વિવિધ પ્રોજેક્ટ હેઠળ શહેરીજનો નવું નજરાણું મળે તે માટે વિકાસલક્ષી કામો કરવામાં આવી રહ્યા છે.

X

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા અટલ આર્કેડ તેમજ નવનિર્મિત સંત ખેતેશ્વર સર્કલનું લોકાર્પણ અને ત્રણ રસ્તા સર્કલથી ઓ.એન.જી.સી. ઓફિસ સુધી ડિવાઇડર ગ્રીલના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા બ્યુટીફિકેશન માટે વિવિધ પ્રોજેક્ટ હેઠળ શહેરીજનો નવું નજરાણું મળે તે માટે વિકાસલક્ષી કામો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરમાં વસતા રાજપુરોહિત સમાજ દ્વારા ૨૦ લાખના ખર્ચે સંત ખેતેશ્વર સર્કલ તૈયાર કરવામાં આવ્યું છે જયારે વ્યવસાય કરતા લોકો માટે અટલ આર્કેટ શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે.તો ૨૩ લાખના ખર્ચે ત્રણ રસ્તા સર્કલથી ઓ.એન.જી.સી. ઓફિસ સુધી ડિવાઇડર ગ્રીલની કામગીરી કરવામાં આવશે જે ત્રણેય વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને સાઉથ ઝોનના પ્રાદેશિક કમિશનર દિનેશકુમાર કાપડીયાના હસ્તે રીબીંગ કટિંગ અને પૂજા વિધિથી કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિનય વસાવા, ઉપ પ્રમુખ કલ્પનાબેન મેરાઈ,મુખ્ય અધિકારી કેશવલાલ એમ. કોલડીયા,કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ અને નગર સેવકો સહીત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story