/connect-gujarat/media/post_banners/e2d0bc2981e3b70036528ceb0ec8a99a2154cb5031ddc2621050541f50e307f7.jpg)
અંકલેશ્વર નગરપાલિકાના 84.10 કરોડ રૂપિયાનો વ્યાપ ધરાવતાં બજેટને શાસકોએ બહુમતીના જોરે મંજુર કરાવ્યું.. નગરપાલિકાઓ પાસે પુરતુ ભંડોળ નહી હોવાના આક્ષેપ સાથે વિપક્ષે વોક આઉટ કર્યો હતો.
અંકલેશ્વર નગર પાલિકાની મંગળવારે ખાસ મળેલી બજેટ બેઠક વિવાદિત બની રહી હતી. સત્તાધારી પક્ષે ₹84.10 કરોડ રૂપિયાનો વ્યાપ ધરાવતાં બહુમતીના જોરે મંજુર કરાવ્યું હતું. વિપક્ષ કોંગ્રેસે વિરોધ નોંધાવી વોકઆઉટ કર્યું હતું. પ્રમુખ વિનય વસાવા તથા મુખ્ય અધિકારી તેમજ સભ્યોની હાજરીમાં બજેટ રજુ કરાયું..
બજેટની સાથે સાથે વિકાસના 9 કામો પણ બહુમતીથી મંજુર કરાયાં. વિપક્ષ કોંગ્રેસના સભ્યોની વાત કરવામાં આવે તો વિપક્ષના સભ્યોએ જણાવ્યું હતું કે, નગરપાલિકા પાસે પુરતુ નાણાકીય ભંડોળ નથી ત્યારે આટલા બધા રૂપિયા લાવશે કયાંથી ? ગત વર્ષે પણ 98 કરોડ રૂપિયાનું બજેટ મંજુર કરાયું હતું પણ તેમાંથી 68 કરોડ રૂપિયાનો કોઇ હિસાબ જ નથી....