Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : વેરા નહીં ભરનાર મિલકત ધારકો સામે પાલિકાની લાલ આંખ, બાકી વેરાની વસુલાત તેજ કરાય...

વેરાદારોને જાહેર ચેતવણીના ભાગરૂપે વર્ષ 2023-24ના બાકી વેરા તાત્કાલિક ભરવા તાકીદ કરવામાં આવી

X

નગર સેવા સદનની વેરા વસુલાત વિભાગની કામગીરી

વેરા નહીં ભરનાર મિલકત ધારકો સામે કરી લાલ આંખ

રૂ. 9 કરોડ 32 લાખ પાલિકાની બાકી પડતી વેરા રકમ

પાલિકા દ્વારા રૂ. 5 કરોડ 57 લાખની વેરા રકમ વસૂલાત

વસુલાત તેજ કરાતા બાકી વેરાદારોમાં ફેલાયો ફાફડાટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગર સેવા સદનના વેરા વસુલાત વિભાગે વેરા નહીં ભરનાર મિલકત ધારકો સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર નગરપાલિકાએ વેરા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અંકલેશ્વર પાલિકા દ્વારા શહેરમાં વેરો બાકી અંગેની વસુલાત તેજ કરતા વેરા બાકીદારોમાં ફાફડાટ ફેલાઈ ગયો છે. અંકલેશ્વર શહેરી વિસ્તારની 35 હજાર મિલકતો પૈકી 24 હજાર રહેણાંક મિલકતો અને 11 હજાર કોમર્શિયલ મિલકતો ઉપરાંત નગરપાલિકાના બાકી પડતાં વેરાઓમાં રૂ. 9 કરોડ 32 લાખ બાકી હોવાથી પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જેમાં પાલિકાની વિવિધ ટીમો દ્વારા સ્થળ પર પહોંચી કડક વેરા વસુલાતની કાર્યવાહી કરાય કરી રહી છે. આજદિન સુધી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રૂ. 5 કરોડ 57 લાખની વસૂલાત કરવામાં આવી છે. આ સાથે જ અંકલેશ્વરના બાકી પડતાં વેરાદારોને જાહેર ચેતવણીના ભાગરૂપે વર્ષ 2023-24ના બાકી વેરા તાત્કાલિક ભરવા તાકીદ કરવામાં આવી છે. જોકે, બાકી વેરા નહીં ભરનાર મિલકત ધારકોને પાલિકા દ્વારા આપવામાં આવતી સુવિધા બંધ કરવા સહિત કોમર્શિયલ મિલકત ધારકોના લાઇસન્સ રદ્દ કરવામાં આવશે તેવું હાઉસ ટેક્સ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું. હાલ પાણી અને ગટર કનેક્શન બંધ કરવા સહિત મિલકત સીલ મારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Next Story