Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: નગર સેવા સદનનું રૂ.92.60 કરોડનું બજેટ મંજુર,વિપક્ષે વધુ TDSના પાણીનો મુદ્દો ઉઠાવ્યો

અંકલેશ્વર નગર પાલિકાનું 92 કરોડ 60 લાખનું પુરાંતવાળું બજેટ સર્વાનુમંતે મજૂર કરવામાં આવ્યું હતું.

X

અંકલેશ્વર નગર પાલિકાનું 92 કરોડ 60 લાખનું પુરાંતવાળું બજેટ સર્વાનુમંતે મજૂર કરવામાં આવ્યું હતું.

લોકસભાની ચૂંટણી પહેલા અંકલેશ્વર નગર પાલિકા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં ઓડિનરી વાર્ષિક બજેટની બોર્ડ મિટિંગ મળી હતી જેમાં 13 જેટલા કામો બોર્ડ પર મૂકવામાં આવ્યા હતા 92 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું જેને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી.વર્ષ-2023-24નું સુધારાનું બજેટ અને 2024-25નું અંદાજિત બજેટ તારીખ-16મી ફેબ્રુઆરીના રોજ કારોબારી સમિતિના ઠરાવ મુજબ મંજૂર કરવામાં આવેલ છે.અંકલેશ્વર પાલિકાના વર્ષ-2024-25ના અંદાજિત બજેટની ઉધડતી રકમ 19 કરોડ,43 લાખ 77 હજાર છે.જ્યારે વેરા,ગ્રાન્ટ અને ફ્રી તેમજ ભાડું મળી કુલ 73 કરોડ 15 લાખ 15 હજાર ઉમેરતા વર્ષ-2024-25ના 92 કરોડ 60 લાખ 92 હજાર થાય છે જેમાં કુલ ખર્ચ 92 કરોડ 4 લાખ 65 હજાર બાદ કરતાં 10 કરોડ 27 હજારનું પુરાતવાળું બજેટ સર્વાનુમતે મજૂર કરવામાં આવ્યું હતું

Next Story