/connect-gujarat/media/post_banners/ccfc60df85c4f43292c28316d259d9e05341d82e94f5de7080b6e638141f3976.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકાના અપક્ષના નગરસેવકે પોતાના જન્મદિવસ નિમિત્તે રોડ પર પડેલા ખાડામાં કેપ કાપી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ભારે વરસાદ વરસ્યા બાદ માર્ગ પર ઠેર ઠેર ખાડા-ખાબડા નજરે પડી રહ્યા છે. તો બીજી તરફ, શહેરભરના માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો સહિત રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રોડ-રસ્તાના સમારકામ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં અંકલેશ્વર પાલિકાનું તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે.
જોકે, રોડ પર ખાડા ન પુરાતા છેવટે અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર-8ના અપક્ષના નગરસેવક બક્તિયાર પટેલે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. નગરસેવક બક્તિયાર પટેલે રોડ પર પડેલા ખાડામાં કેક કાપી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ સાથે જ પાલિકા દ્વારા વહેલી તકે રોડ-રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી.