અંકલેશ્વર: GIDC વિસ્તારમાં પાડોશીએ 12 વર્ષીય બાળકીના પગ બાંધી દુષ્કર્મનો કર્યો પ્રયાસ, પોલીસે કરી ધરપકડ

જી.આઈ.ડી.સી.માં આવેલ એક વિસ્તારમાં બાજુમાં રહેતી ૧૨ વર્ષીય બાળકીને પાડોશી યુવાને બોલાવી તેને ચોકલેટ લેવા માટે ૧૦ રૂપિયા આપ્યા હતા

New Update
અંકલેશ્વર: GIDC વિસ્તારમાં પાડોશીએ 12 વર્ષીય બાળકીના પગ બાંધી દુષ્કર્મનો કર્યો પ્રયાસ, પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના હદમાં પાડોશીએ 12 વર્ષની બાળકીને ચોકલેટ ખવડાવવાની લાલચ આપી રૂમમાં લઇ જઈ શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કરતા નરાધમ આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એક વિસ્તારમાં બાજુમાં રહેતી ૧૨ વર્ષીય બાળકીને પાડોશી યુવાને બોલાવી તેને ચોકલેટ લેવા માટે ૧૦ રૂપિયા આપ્યા હતા અને રૂમમાં લઈ જઈ બાળકીના પગ બાંધી દીધા હતા. બાદમાં બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. નરાધમ બાળકી પર દુષ્કર્મ આચારે એ પૂર્વે બાળકીની માતા પહોંચી ગઈ હતી અને બાળકીને મુક્ત કરાવી હતી. બનાવની જાણ થતાની સાથે જ જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે રોહિત શંભુ ઠાકોરની ધરપકડ કરી તેના વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ : હલદરવા ગામ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું...

વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ તથા અંદાજિત રૂ. 59 લાખના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું

New Update
  • હલદરવા ગામ ખાતે વિકાસ કાર્યોનો ધમધમાટ

  • વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયું

  • ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

  • વિકાસ કામોથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ

  • જનપ્રતિનિધિઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

Advertisment

ભરૂચ તાલુકાના હલદરવા ગામ ખાતે વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં આવતા હલદરવા ગામ ખાતે અંદાજિત રૂ. 1.33 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ તથા અંદાજિત રૂ. 59 લાખના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલહલદરવા સરપંચ હસમુખ પરમારડે. સરપંચ રાજુ પટેલજિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી દિવ્યા પટેલગામના તલાટી નિમિષા બારોટચૂંટાયેલ જનપ્રતિનિધિઓસંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 

Advertisment
Latest Stories