અંકલેશ્વર : ગંભીર બીમારીથી પીડાતા બાળ દર્દીઓની દિવાળી સુધરી, સેવાભાવી સંસ્થાએ નવા વસ્ત્રોની આપી ભેટ

અંકલેશ્વર ખાતે ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ ભરૂચ શાખા અને પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા વિશેષ બીમારીથી પીડાતા

New Update
અંકલેશ્વર : ગંભીર બીમારીથી પીડાતા બાળ દર્દીઓની દિવાળી સુધરી, સેવાભાવી સંસ્થાએ નવા વસ્ત્રોની આપી ભેટ

અંકલેશ્વર ખાતે ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ ભરૂચ શાખા અને પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા વિશેષ બીમારીથી પીડાતા BDNP પ્લસ સંસ્થાના નિરાધાર અને જરૂરિયાતમંદ 7 બાળકી અને એક બાળકને દિવાળી પર્વ નિમિત્તે પાંચ-પાંચ જોડી નવા કપડાં અપાવ્યા હતા.

અંકલેશ્વર ખાતે ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ ભરૂચ શાખા અને પ્રો લાઇ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે BDNP પ્લસ સંસ્થાના વિશેષ બીમારીથી પીડાતા 7 બાળકીઓ અને 1 બાળકને આવનાર દિવાળી પર્વ નિમિત્તે વ્યક્તિ દીઠ પાંચ-પાંચ જોડી નવા કપડાં અપાવવામાં આવ્યા હતા. ભારત વિકાસ પરિષદ અને પ્રો લાઈફ ફાઉન્ડેશન સેવાકીય અનેક કાર્યો કરે છે. ઉપરાંત સમાજથી તરછોડાયેલા તેમજ જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચ તે માટે વિવિધ કર્યો થકી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. પ્રકાશ પર્વ દિવાળી આવી રહી છે ત્યારે વિશેષ બીમારીથી પીડાતા બાળકો પણ અન્ય બાળકોની જેમ આ પર્વની ઉજવણી કરી શકે તે હેતુથી સંસ્થાની 7 બાળકી અને એક બાળકને વ્યક્તિ દીઠ 5-5 જોડી નવા કપડાં આપવામાં આવ્યા હતા. ભારત વિકાસ પરિષદ અને પ્રો લાઈફ ફાઉન્ડેશનના ભગીરથ કાર્યમાં અંકલેશ્વર સરદાર પાર્ક પાસે આવેલ રજવાડી ફેશનના પ્રવીણ આહીર અને મેડમ શોરૂમના નિમિષ પટેલનો સહયોગ સાપડ્યો હતો. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ ભરૂચ શાખાના ઉપપ્રમુખ પોગેશ પારીક, મીડિયા સંયોજક જય વ્યાસ, જંબુસર વિસ્તારના કુશાગ્ર ભટ્ટ સહિત BDNP પ્લસના ઉપપ્રમુખ નિમિષા પટેલ અને અબ્દુલ સૈયદ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિશેષ બીમારીથી પીડાતા તમામ બાળકોને પ્રો લાઈફ ફાઉન્ડેશનના કરણ જોલીએ દિવાળી પર્વની શુભકામના પાઠવી હતી.

Latest Stories