અંકલેશ્વર: ન.પા.દ્વારા દબાણ હાટાવો ઝુંબેશ શરૂ કરાય, ટ્રાફિકને અડચણરૂપ લારી-ગલ્લા હટાવાયા

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આજરોજ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી

અંકલેશ્વર: ન.પા.દ્વારા દબાણ હાટાવો ઝુંબેશ શરૂ કરાય, ટ્રાફિકને અડચણરૂપ લારી-ગલ્લા હટાવાયા
New Update

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આજરોજ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં ભરૂચીનાકાથી રેલ્વે સ્ટેશનને જોડતા માર્ગ પર આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા

અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવતા મુખ્ય માર્ગો પર દબાણ હટાવ ઝુંબેશ નગરપાલિકા દ્વારા અવાર-નવાર હાથ ધરવામાં આવી રહી છે. મુખ્ય માર્ગો પર દબાણકર્તાઓના કારણે વાહનચાલકોને પારાવાર ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે જે બાબતની અનેક ફરિયાદો નગરપાલિકાને મળી હતી જેને ધ્યાને લઈ આજરોજ હાથ ધરાયેલ દબાણ હટાવો ઝુંબેશમાં ભરૂચીનાકાથી રેલ્વે સ્ટેશનને જોડતા માર્ગ પર આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઝુંબેશ દરમ્યાન કોઈ અનીરછનીય બનાવ ન બને એ માટે પોલીસ કાફલો પણ સાથે રાખવામા આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા સમયાંતરે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવે છે જો કે થોડા સમય બાદ પરિસ્થિતી જૈ સે થૈ જ થૈ જાય છે ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એ જરૂરી છે

#Connect Gujarat #BeyondJustNews #Ankleshwar #Ankleshwar police #Nagarpalika #removes #encroachment #Demolation #Pressure land #barriers
Here are a few more articles:
Read the Next Article