અંકલેશ્વર : જુના દીવા રોડ પર મહાવીર નગરના બંધ મકાન તસ્કરોનો હાથફેરો, દાગીના સહિત રોકડ રકમની ચોરી...

અંકલેશ્વર પંથકમાં ભરશિયાળે માઝા મુકતા તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

New Update
અંકલેશ્વર : જુના દીવા રોડ પર મહાવીર નગરના બંધ મકાન તસ્કરોનો હાથફેરો, દાગીના સહિત રોકડ રકમની ચોરી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જુના દીવા રોડ પર આવેલ મહાવીર નગરના બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ સહિત દાગીના પર હાથફેરો કરી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ભરશિયાળે માઝા મુકતા તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. અંકલેશ્વરમાં છેલ્લા 4 દિવસમાં 6થી વધુ ચોરીના બનાવ બની ચૂક્યા છે, ત્યારે જુના દીવા રોડ પર આવેલ મહાવીર નગરનું એક બંધ મકાન તસ્કરોના નિશાને ચઢ્યું હતું. તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ તિજોરીમાં રહેલ સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ હાથે લાગી જતાં હાથફેરો કર્યો હતો. તસ્કરો દાગીના સહિતનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા. જોકે, પરિવારને મકાનમાં ચોરી થઈ હોવાનું માલૂમ પડતાં તેઓના હોશ ઊડી ગયા હતા. મકાનમાં રહેલી તિજોરી સહિતનો સામાન વેરવિખેર જણાતા ચોરી થઈ હોવા અંગે મકાન માલિકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા અંગે તજવીજ હાથ ધરી હતી.

Latest Stories