અંકલેશ્વર શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી,બેરોજગારી અને ભ્રષ્ટાચાર મુદ્દે રાજ્ય સરકારની નિષ્ફળતા અંગે મામલતદાર કચેરીએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું
મહામહિમ રાજયપાલને સંબોધીને અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રભારી અસલમ સાયકલવાલા,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,એ.આઈ.સી.સી.ના સભ્ય મુમતાઝ પટેલ અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગતસિંહજી વાંસદિયા, અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશ વસાવા,અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભાજપ સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ નિવળી સાથે મોંઘવારી,બેરોજગારી તેમજ સરકારી તંત્રમાં બેફામ ભ્રષ્ટાચાર વધ્યો છે ઉપરાંત નર્મદાના પાણી જ્યારે જરૂરિયાત હૉય ત્યારે કેનાલોમાં છોડવામાં આવતું નથી જેથી ચાલુ વર્ષે વરસાદની અછત હોવા છતાં ખેડૂતોને સીંચાઈનું પાણી સમયસર નહીં મળતા પાકોને નુકશાન થઈ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.ત્યારે ખેડૂતોનું દેવા માફ કરવા,રોડ રસ્તા જર્જરિત હલતમાં છે તે બનાવવા,મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઇવેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને વળતર આપવા સહિત પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.