/connect-gujarat/media/post_banners/7abc127ff3b57f958005eb62e674434ef9aa14b0fdf5b3e39310f50ed29ec7e6.jpg)
અંકલેશ્વર-હાંસોટ યુવા કોંગ્રેસ દ્વારા બેરોજગારી દિનની ઉજવણી કરી ત્રણ રસ્તા સર્કલ ખાતે વાહન ચાલકોને લોલીપોપનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો
દેશભરમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે અંકલેશ્વર-હાંસોટ યુવા કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા,વસીમ ફડવાલા સહિતના કાર્યકરોએ ત્રણ રસ્તા સર્કલ ખાતે વાહન ચાલકોને લોલીપોપનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો અને લોકસભામાં આપવામાં આવેલ માહિતી અનુસાર આઠ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ફક્ત સાત લાખ લોકોને જ નોકરી આપી હોવા સાથે ૨૨ કરોડ અરજી આવી હોવી હોવાનું જણાવ્યું હતું અને ૧ કરોડ જેટલી જગ્યા ભરવાની બાકી હોવા છતાં પણ જગ્યાઓ ભરવામાં આવતી નથી જેને પગલે રોજગારી આપવાની સરકારની લોલીપોપવાળી નીતિનો વિરોધ કરી વહેલી તકે ખાલી પડેલ જગ્યાઓ ભરવા સાથે બેરોજગારોને રોજગારી આપવાની માંગ કરવામાં આવી છે.