અંકલેશ્વર: ગાંધીજયંતિ નિમિત્તે રેલ્વે સ્ટેશન પર સફાઈ અભિયાન હાથ ધરાયું,પ્લેટફોર્મ પર કરવામાં આવી સાફ સફાઈ

આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર સંત નિરંકારી મંડળ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું

New Update
અંકલેશ્વર: ગાંધીજયંતિ નિમિત્તે રેલ્વે સ્ટેશન પર સફાઈ અભિયાન હાથ ધરાયું,પ્લેટફોર્મ પર કરવામાં આવી સાફ સફાઈ

આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર સંત નિરંકારી મંડળ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પ્લેટફોર્મ પર સાફસફાઈ કરવામાં આવી હતી

આજે દેશભરમાં મહાત્મા ગાંધીની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર સંત નિરાકારી મંડળના સભ્યો દ્વારા પ્લેટફોર્મની સફાઈ કરી મહાત્મા ગાંધીજીના સફાઈથી લઈને અહિંસાના પાઠને યાદ કર્યા હતા.સંત નિરંકારી મંડળ દ્વારા આધ્યાત્મિકતા સાથે સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતા આવે અને સમાજ પોતાના મનમાં રહેલા ખરાબ વિચારો ,સમાજના દુષણો અને દેશને સ્વચ્છ બનાવાના પ્રયાસના ભાગરૂપે સંત નિરંકારી મંડળ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો

Read the Next Article

ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ નીતિન ગડકરીને લખ્યો પત્ર, જર્જરીત બ્રિજોના નવીનીકરણની કરી માંગ

સાંસદ મનસુખ વસાવાએ નીતિન ગડકરીને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચના નેત્રંગ ડેડીયાપાડા વચ્ચે કરજણ નદી પર આવેલ બ્રિજ જર્જરીત હાલતમાં થઈ ગયો છે. 

New Update
mansukh vasava

ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખવામાં આવ્યો છે જેમાં વડોદરા અને આણંદ વચ્ચે મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવેલા વિવિધ જર્જરીત બ્રિજના નવીનીકરણની માંગ કરવામાં આવી છે. મનસુખ વસાવાએ લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચના નેત્રંગ ડેડીયાપાડા વચ્ચે કરજણ નદી પર આવેલ બ્રિજ જર્જરીત હાલતમાં થઈ ગયો છે. 

Bridge Renovation

આ સાથે જ આમોદ જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદી પરનો 60 વર્ષ જુનો બ્રિજ પણ અત્યંત જર્જરીત હાલતમાં છે. આ બ્રિજ પરથી મોટા ભારદારી વાહનો પસાર થતા હોવાથી દુર્ઘટનાની શક્યતા નકારી શકાતી નથી ત્યારે આ તમામ બ્રિજોના નવીનીકરણની માંગ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે.