અંકલેશ્વર : પબ્લિક સ્કૂલ ખાતે મરહુમ અહેમદ પટેલના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદોને સહાય અર્પણ

અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે, મરહુમ અહેમદભાઈ પટેલે જે સમાજસેવી અને પ્રજાલક્ષી કાર્યો કર્યાં છે,

New Update
અંકલેશ્વર : પબ્લિક સ્કૂલ ખાતે મરહુમ અહેમદ પટેલના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદોને સહાય અર્પણ

ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલના 73માં જન્મ દિવસ નિમિત્તે પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે જરૂરિયાતમંદ બહેનોને સાડી તેમજ વિધાર્થીઓને ગણવેશ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના આજે 73માં જન્મ દિવસ નિમિત્તે તેમની સ્મૃતિમાં અંકલેશ્વરના ઉમરવાડા રોડ સ્થિત અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્વ. અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ, પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી નાઝુ ફડવાલા સહિતના આગેવાનોએ જરૂરિયાતમંદ પરિવારની બહેનોને સાડી અને વિદ્યાર્થીઓને ગણવેશ તેમજ શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના પ્રતિષ્ઠિત લોકોએ સેવાકાર્યને બિરદાવી સ્વ. અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે, અંકલેશ્વર પબ્લિક સ્કૂલ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે જે પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, તે ખરેખર સરાહનીય છે. આ પ્રવૃત્તિ આગળ વધે તો સમાજના તમામ વર્ગના બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, પિતાની યાદમાં નાઝુભાઈએ જે કાર્યક્રમ યોજ્યો છે, એમાં સહભાગી થવા બદલ હું એમની આભારી છું, અને એમની પ્રવૃત્તિને બિરદાવું છું.

અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે, મરહુમ અહેમદભાઈ પટેલે જે સમાજસેવી અને પ્રજાલક્ષી કાર્યો કર્યાં છે, એને જનતા કદી ભૂલી નહીં શકે. અમે તેમના રસ્તે જ આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આગામી દિવસોમાં પણ અમે સમાજ માટે જે પણ જરૂરિયાત હશે તે પૂરી કરવા અને વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે તે માટે અમે સંકલ્પબદ્ધ છીએ.

Latest Stories