/connect-gujarat/media/post_banners/120c97c638f3e8b2b6f2a47907fb454e6016a67ca55751bfc3a30a36af82842e.webp)
અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ભરુચ એલસીબીએ મુંબઈના એક ઈસમને ઝડપી પાડ્યો હતો
ભરુચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે એક ઈસમ બેગમાં વિદેશી દારૂનો જથ્થો લઈ ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી વાળા ઈસમ પાસે રહેલ બેગમાં તપાસ કરતાં તેમાંથી 56 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 18 હજારનો દારૂ અને ફોન મળી કુલ 19 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ઈસ્ટ મુંબઈના બોરીવલી વિસ્તારમાં આવેલ એમ.જી રોડ સ્થિત નવીન ચાલમાં રહેતો અભિષેક એલીસા માર્ટિનને ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર મહિલા સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.