અંકલેશ્વર : બાકરોલ નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ, રૂ. 3.45 લાખનો મુદ્દામાલ જપ્ત...

LCB પોલીસે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઇસમને ઝડપી રૂ. 3.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
અંકલેશ્વર : બાકરોલ નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ, રૂ. 3.45 લાખનો મુદ્દામાલ જપ્ત...

ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઇસમને ઝડપી રૂ. 3.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા બાકરોલ બ્રીજ નીચેથી બોલેરો પીકમાં ભરેલા શંકાસ્પદ ભંગારનો જથ્થો પકડી કુલ રૂ. 3.35 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ LCBની ટીમ જિલ્લામાં અસરકારક કામગીરી કરવા અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમ્યાન એક ટીમ ખાનગી વાહનમાં અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી, ત્યારે માહિતીના આધારે GJ-16- AU-7978 નંબરનો બોલેરો પીક ટેમ્પો બાકરોલ બ્રીજ નીચે ઉભો છે. જેમાં શંકાસ્પદ ભંગારનો સામાન ભરેલો હોવાની માહિતીના આધારે પોલીસે બાકરોલ બ્રીજ નીચે રેઇડ કરી બાતમીવાળું વાહન ઝડપી પાડ્યું હતું. જેમાંથી શંકાસ્પદ ભંગારનો 1180 કિ. ગ્રામ કિં. રૂ. 35,400 તથા બોલેરો પીક ટેમ્પો કિંમત રૂપિયા 3 લાખ મળી કુલ કી. રૂ. 3,35,400ના મુદ્દામાલ સાથે એજ ઈસમને ઝડપી પાડી તેના વિરુદ્ધ CRPC સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી પાનોલી પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે.

Latest Stories