Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ONGC બ્રિજ સંભવત: બે દિવસમાં ખુલ્લો મુકાશે, વાહનચાલકોને થશે રાહત

અંકલેશ્વરના ONGC બ્રિજને બે દિવસમાં ખુલ્લો મુકવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.બ્રિજ ખુલ્લો મુકાતા વાહનચાલકોને રાહત મળશે

X

અંકલેશ્વરના ONGC બ્રિજને બે દિવસમાં ખુલ્લો મુકવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.બ્રિજ ખુલ્લો મુકાતા વાહનચાલકોને રાહત મળશે

અંકલેશ્વર શહેરની જીવાદોરી સમાન ઓએનજીસી ઓવર બ્રિજ નવા વાંધા પહેરી હવે સજ્જ બન્યું છે. છેલ્લા એક વર્ષ થી બ્રિજ સમારકામ અને નવીનીકરણને લઇ બંધ કરવામાં આવ્યો હતો. જેને લઇ આમ જનતાને રોજના 2 થી અઢી કિમીનો ફેરવો ફરવો પડતો હતો. જેને લઇ લોકો ગડખોલ ટી બ્રિજ પર ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો હતો. તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં જીનવાલા સ્કૂલથી પીરામણ રોડ અત્યંત બિસ્માર હોવાથી લોકોને હાડમારી વેઠવી પડતી હતી. આ ઉપરાંત અંકલેશ્વરમાં ત્રણ રસ્તાથી સ્ટેશન અને સ્ટેશનથી ચૌટા નાકા મુખ્ય માર્ગ પર આવેલ દુકાનદારોના ધંધા રોજગાર પર અસર પડી હતી. હવે બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. અને આખરી પેચવર્ક ચાલી રહ્યું છે. ત્યારે આગામી 10 અથવા 12 તારીખે બ્રિજ શરુ થઇ શકે છે. જે માટે બાકી રહેલી રેલીગતેમજ ડામરવર્ક તેમજ ફૂટ બ્રીજની લોખંડની ગ્રીલની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ સાથે જ બ્રિજ નો લોડ ટેસ્ટ બાકી છે. જે બ્રિજ બન્યા બાદ તંત્ર દ્વારા લેવામાં આવશે. જે બાદ બ્રિજ શરુ કરવામાં આવશે.

Next Story