New Update
/connect-gujarat/media/post_banners/71303a5cb2c8c7bc58330fd085879bd5d8943081cc6b5a18aeffb4383e63cb01.jpg)
અંકલેશ્વર જીઆઇડીસીમાં શૈક્ષણિક સંસ્થાને ફાળવવામાં આવેલા પ્લોટની જગ્યા બદલવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે.અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ચિત્રકૂટ સોસાયટી સહિત આસપાસ આવેલી સોસાયટીના રહીશોએ જીઆઇડીસીના રીજીયોનલ મેનેજરને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જીઆઇડીસીમાં ચિત્રકુટ સોસાયટીની નજીક શૈક્ષણિક સંસ્થાને પ્લોટની ફાળવણી કરાય છે. આ પ્લોટની ફાળવણી તાત્કાલિક રદ્દ કરવામાં આવે અને શૈક્ષણિક સંસ્થા,હોસ્ટેલ બનાવવા માટે જી.આઈ.ડી.સી.ની છેવાડાની જમીન પર ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.