અંકલેશ્વર : ગેરકાયદેસર ભંગારના જથ્થા સાથે પીકઅપ વાન ચાલકની અટકાયત, રૂ. 4.88 લાખનો મુદ્દામાલ જપ્ત

GIDC પોલીસે ગેરકાયદેસર ભંગારનો જથ્થો લઈને ફરતા એક પીકઅપ વાન સહિત ચાલકની અટકાયત કરી રૂ. 4.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

New Update
અંકલેશ્વર : ગેરકાયદેસર ભંગારના જથ્થા સાથે પીકઅપ વાન ચાલકની અટકાયત, રૂ. 4.88 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસે ગેરકાયદેસર ભંગારનો જથ્થો લઈને ફરતા એક પીકઅપ વાન સહિત ચાલકની અટકાયત કરી રૂ. 4.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર GIDC પોલીસ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન માહિતી મળી હતી કે, એક સફેદ કલરની પીકઅપ વાન ગેર કાયદેસરનો ભંગાર ભરી અંકલેશ્વર GIDCમાં આવેલા એશિયન પેઇન્ટ ચોકડીથી ફિકોમ ચોકડી તરફ આવવાની છે. જે બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં અંકલેશ્વર GIDCમાં આવેલી ફિકોમ ચોકડી ખાતે રોડ ઉપર વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી પીકઅપ વાન એશિયન પેઇન્ટ ચોકડી તરફથી આવતા ડ્રાઇવરનું નામ પૂછતાં તેણે ચંદ્રશેખર ઉર્ફે ચંદુ માનસિંગ વર્મા હોવાનું જણાવ્યું હતું. પોલીસે વાનમાં તપાસ કરતા લોખંડના કાપેલા નાની-નાની પ્લેટોનો ભંગાર ભરેલો હતો. આ મામલે પકડાયેલા ઈસમ પાસે કોઈ આધાર પૂરાવા નહીં મળવના કારણે 2520 કિલો ભંગારનો જથ્થો કિંમત રૂ. 88,200 અને પીકઅપ વાન મળી પોલીસે રૂ. 4.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 41(1) ડી મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories