અંકલેશ્વર: કારમાંથી સાયલન્સર સહિતના સમાનની ચોરી કરનાર 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

જુના દીવા શામજી ફળિયામાં રહેતા હરેશ સોમાભાઈ વસાવાએ પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.૧૬.ડી.જી.૬૮૮૧ દીવા માધ્યમિક શાળાની દીવાલ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી

New Update
અંકલેશ્વર: કારમાંથી સાયલન્સર સહિતના સમાનની ચોરી કરનાર 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે જુના દીવા માધ્યમિક શાળાની દીવાલ પાસે પાર્ક કરેલ ઇક્કો કારમાંથી સાઈલેન્સર,સાઉન્ડ,એલઇડી તેમજ ટ્રેકટરમાંથી બેટરીનો ભેદ ઉકેલ ત્રણ ઈસમોને ઇક્કો કાર સાથે ઝડપી પાડ્યા હતા.

ગત તારીખ-૫મી એપ્રિલના રોજ અંકલેશ્વરના જુના દીવા શામજી ફળિયામાં રહેતા હરેશ સોમાભાઈ વસાવાએ પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.૧૬.ડી.જી.૬૮૮૧ દીવા માધ્યમિક શાળાની દીવાલ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી ઇક્કો કારનો દરવાજો ખોલી અંદર રહેલ એલઇડી ટીવી,સાઉન્ડ તેમજ બેટરી,સાઈલેન્સર તો ગામના રોનક ધનસુખ પટેલના ટ્રેકટરમાંથી બેટરી મળી કુલ ૫૫ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન શહેર એ ડીવીઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી અને સર્વેલન્સના આધારે જુના દીવા ગામના જોડો ફળિયામાં રહેતો બંસી રમેશ પટેલ,જયેશ વરસન વસાવા અને રાહુલ બાપુ રાઠોડને ઇક્કો કાર નંબર-જી.જે.૧૬.ડી.સી.૫૯૭૧ સાથે ઝડપી પાડી ચોરી થયેલ તમામ મુદ્દામાલ કબજે કરી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.