અંકલેશ્વર: રેલ્વે સ્ટેશન પાસે જુગાર રમી રહેલ 4 જુગારીઓની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે આમલેટના ગલ્લાની બાજુમાંથી જુગાર રમતા ચાર જુગારીયાઓને શહેર બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા હતા.

New Update
અંકલેશ્વર: રેલ્વે સ્ટેશન પાસે જુગાર રમી રહેલ 4 જુગારીઓની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે આમલેટના ગલ્લાની બાજુમાંથી જુગાર રમતા ચાર જુગારીયાઓને શહેર બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા હતા.અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો,તે દરમિયાન બાતમી મળી હતી, કે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે આમલેટના ગલ્લાની બાજુમાં કેટલાક ઇસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા ૧૩ હજાર અને ચાર કોન મળી કુલ ૩૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતો જુગારી મૌશીન ગુલામ મોહમદ મનીયાર,સલીમ અબ્દુલ કાદર શેખ,મનોજ પ્રસાદ અને કલ્પેશ નાથુ મોરેને ઝડપી પાડ્યો હતો.

Latest Stories