Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: રૂ.5 લાખની કિમતના કોપરના શંકાસ્પદ જથ્થા સાથે 5 આરોપીની પોલીસે કરી ધરપકડ

મુક્તિ ચોકડી પાસેથી પ્લાસ્ટિકના બેરલની આડમાં લઈ જવાતો 5 લાખનો કોપરનો જથ્થો મળી કુલ 8.14 લાખથી વધુના મુદ્દામાલ સાથે પાંચ ઇસમનોને ઝડપી પાડ્યા હતા

X

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે મુક્તિ ચોકડી પાસેથી પ્લાસ્ટિકના બેરલની આડમાં લઈ જવાતો 5 લાખનો કોપરનો જથ્થો મળી કુલ 8.14 લાખથી વધુના મુદ્દામાલ સાથે પાંચ ઇસમનોને ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રામદેવ ચોકડી તરફ પ્લાસ્ટિકના કેરબાની નીચે શંકાસ્પદ કોપરનો જથ્થો ભરી આવી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે મુક્તિ ચોકડી પાસે વોચ ગોઠવી હતી તે વેળા બાતમી વાળો ટેમ્પો નંબર-જી.જે.16.એ.વી.9022 આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાં બેરલ નીચે મુકેલ 910 કિલો કોપરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે 5 લાખનો કોપરનો જથ્થો અને 396 ખાલી કેરબા તેમજ 3 લાખનો ટેમ્પો મળી કુલ 8.14 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કાપોદ્રાની પ્રતીક્ષા રેસિડેન્સીમાં રહેતો ટેમ્પો ચાલક મોહમદ ઇસ્લામ મોહમદ સોક્ત અંસારી,સુરેશ અવધરામ યાદવ,દ્વારકા મોલહુ યાદવ અને લાવકુશ મોલહુ પાસવાન સહિત પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા

Next Story