અંકલેશ્વર : જીતાલી ગામ નજીક મોપેડ ઉપર દારૂની હેરફેરી કરતાં બુટલેગરની પોલીસે કરી અટકાયત...

તાલુકા પોલીસે જીતાલી ગામની ડ્રીમ સિટી પાસેથી એક્ટિવા મોપેડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.

New Update
અંકલેશ્વર : જીતાલી ગામ નજીક મોપેડ ઉપર દારૂની હેરફેરી કરતાં બુટલેગરની પોલીસે કરી અટકાયત...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામની ડ્રીમ સિટી પાસેથી એક્ટિવા મોપેડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, જીતાલી ગામના પીઠું ફળિયામાં રહેતો બુટલેગર એક્ટિવા મોપેડ નં. GJ-16-DF-4240 લઈ ડ્રીમ સિટી તરફ જવાનો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે વેળા પોલીસે બાતમીવાળું મોપેડ આવતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 17 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો અને એક્ટિવા મોપેડ તેમજ ફોન મળી કુલ રૂ. 31 હજારના મુદ્દામાલ સાથે બુટલેગરની અટકાયત કરી હતી, જ્યારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.