અંકલેશ્વર: મોંઘીદાટ કારમા બકરા ચોરી કરતી ગેંગની પોલીસે કરી ધરપકડ,2 આરોપીઓ ઝડપાયા

અમદાવાદ ખાતે સ્થાનિક પોલીસની મદદ લઈ ગાડીના માલિકને વટવા પોલીસ મથકે લાવી સધન પુછપરછ કરતા તેઓએ બકરા ચોરી અંગેની કબૂલાત કરી હતી

New Update
અંકલેશ્વર: મોંઘીદાટ કારમા બકરા ચોરી કરતી ગેંગની પોલીસે કરી ધરપકડ,2 આરોપીઓ ઝડપાયા

અંકલેશ્વર ખાતે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળિયા વિસ્તારમાંથી થોડા દિવસો અગાઉ રાત્રીના અંધારામાં મકાનની બાજુમાં આવેલ બંધ ઓરડામાં લોખંડની ગ્રીલ કાપી કોઈ સાધન વડે તાળું તોડી કોઈ અજાણ્યા ઈસમો નાના-મોટા બકરા ઓની ચોરી કરાઈ હોવાની દ્વારા ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી.પોલીસ ફરિયાદ બાદ પોલીસની ટીમે મામલે સીસીટીવી સર્વેલન્સ આધારે તપાસ શરૂ કરી હતી જેમાં ચોરીને અંજામ આપી ગ્રે કલરની બ્રેજા ગાડી જતી હોવાનું નજરે પડતા પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ગાડીની તપાસ કરતા ગાડી અમદાવાદના વટવા ખાતે રહેતા પપુભાઈ ગુલાબભાઈ ચુનારાની હોવાનું માલુમ પડ્યું હતું.

અંકલેશ્વર પોલીસ દ્વારા ત્યારબાદ અમદાવાદ ખાતે સ્થાનિક પોલીસની મદદ લઈ ગાડીના માલિકને વટવા પોલીસ મથકે લાવી સધન પુછપરછ કરતા તેઓએ બકરા ચોરી અંગેની કબૂલાત કરી હતી જે બાદ મામલે પોલીસે ગાડીના માલિક પપુભાઈ ગુલાબભાઈ ચુનારા રહે, ગણેશ પાર્ક સોસાયટી, વટવા અમદાવાદ તેમજ દિપક કુમાર રાજકુમાર ભાઈ પટેલ રહે, ગણેશ પાર્ક સોસાયટી, વટવા અમદાવાદ નાઓની ધરપકડ કરી મામલે ઈરફાન ઉર્ફે કાબરા નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલ બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.
Latest Stories