અંકલેશ્વર : ગાંજાના જથ્થા સાથે સગીર વયના બાળકની પોલીસે કરી અટકાયત, રૂ. 3.50 લાખથી વધુનો મુદ્દામલ જપ્ત

અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસે ગાંજાના જથ્થા સાથે સગીર વયના બાળકની અટકાયત કરી રૂ. 3.50 લાખથી વધુનો મુદ્દામલ જપ્ત કર્યો છે.

New Update
અંકલેશ્વર : ગાંજાના જથ્થા સાથે સગીર વયના બાળકની પોલીસે કરી અટકાયત, રૂ. 3.50 લાખથી વધુનો મુદ્દામલ જપ્ત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસે ગાંજાના જથ્થા સાથે સગીર વયના બાળકની અટકાયત કરી રૂ. 3.50 લાખથી વધુનો મુદ્દામલ જપ્ત કર્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે.ભુતીયા દ્વારા નશાકારક માદક પદાર્થના ગુનાઓ શોધી કાઢવા કાર્યરત હતા. તે દરમિયાન મળેલ બાતમી આધારે અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક આશીર્વાદ હોટલ જવાના નાળા પાસેથી એક સગીર વયનો બાળક 4 અલગ-અલગ ટ્રાવેલીંગ બેગ સાથે શંકાસ્પદ હાલતમાં દેખાતા પોલીસની ટીમે બાળક પાસેના બેગોને ચેક કરતા તેમાંથી ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વધુ બાળક પાસેની તમામ બેગ ચેક કરતા તેમાં ખાખી સેલોટેપ મારેલ પેકેટો નંગ 18, કુલ વજન 36.8 કિ.ગ્રા, જે 1 કિ.ગ્રા.ની કિંમત રૂ. 10 હજાર ગણી કુલ કિંમત 3,68,000 રૂપિયાના મુદ્દામાલ મળી આવ્યો હતો. જે આધારે અંક્લેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસે બાળકને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક (N.D.P.S.) એક્ટ હેઠળ ધરપકડ કરી જુવેનાઈલ જસ્ટીસ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં બાળકની કબૂલાત પ્રમાણે તેના સાથીઓ રાહુલ, રાજ,રાકેશ ,પાંડુ તથા એક અજાણ્યા ઇસમને પોલીસે વોંટેન્ડ જાહેર કરી જેઓને પકડવાની કવાયત શરૂ કરી હતી.

Latest Stories