Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: પોલીસે ચોર સમજી શખ્સોને પકડયા અને થઈ ગયું ગરીબ મજૂરનું કામ, જાણો શું છે સમગ્ર ઘટના

ભરૂચના અંકલેશ્વર ખાતે કોન્ટ્રાક્ટરે મજૂરીના પૈસા ન આપતા પગપાળા નીકળેલા મજૂરોની પોલીસે ચોર સમજીને તેઓની અટકાયત કરી હતી,

X

ભરૂચના અંકલેશ્વર ખાતે કોન્ટ્રાક્ટરે મજૂરીના પૈસા ન આપતા પગપાળા નીકળેલા મજૂરોની પોલીસે ચોર સમજીને તેઓની અટકાયત કરી હતી, જોકે બાદમાં ઘટનાની જાણ થતાં પોલીસ મજૂરોની વ્હારે આવી તેમની મજૂરી અપાવી હતી.

ભરૂચ-અંકલેશ્વર એટલે ઉદ્યોગનગરી જ્યાં સમગ્ર ભારત દેશના લોકો રોજગારી મેળવવા માટે આવતા હોય છે. ત્યારે ઈવા જ કેટલાક લોકો ડેડીયાપાડાથી અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે રોજગાર મેળવવા ઊભા હતા ત્યારે એક કોન્ટ્રાકટરે તેમણે કામની આપીએ મજૂરી કરવકા ઝગડિયા ખાતે લઈ જવાયા હતા.

લાલચુ કોન્ટ્રાકટરે કંપનીમાં કામ કરાવી મજૂરીના રૂપિયા ના આપી ટીમને પરત કર્યા હતા. જેમ તેમ કરીને તેઓ અંકલેશ્વર પહોચ્યા અને રાત્રીએ દરમિયાન પગપાળા બસ સ્ટેશન જઈ રહેલા મજૂરોને પોલીસે ચોર સમજીને રોક્યા હતા અને તેઓની પૂછપરછ કરી હતી. જોકે મજૂરોએ તેમની આપવીતી જણાવી હતી અને કોન્ટ્રાકટરની લાલચનો ભોગ બનેલા મજૂરોની હકીકત જાણી અંકલેશ્વર શહેર પોલીસના ફરજા પરના જવાનોએ કોન્ટ્રાકટરને ફોન કોલ કરી ગરીબ મજૂરોના મજૂરીના પૈસા આપવા માટે ખખડાવ્યો હતો અને ત્યારબાદ કોન્ટ્રાકટર અંકલેશ્વર ખાતે આવી તેમની મજૂરી આપી હતી.

Next Story