Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : જુના સક્કરપોર ગામમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને કાર મળી રૂ. 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો...

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના જુના સક્કરપોર ગામે તાડ ફળિયા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા

અંકલેશ્વર : જુના સક્કરપોર ગામમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને કાર મળી રૂ. 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના સક્કરપોર ગામે તાડ ફળિયા વિસ્તારમાંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને કાર મળી રૂ. 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં દારૂ-જુગાર જેવા પ્રવૃતિઓને ડામવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સતત વિવિધ પોલીસ મથકના કર્મીઓ દરોડા પાડી રહ્યા છે, તેમજ નશાનો વેપલો કરતા તત્વો સામે લાલ આંખ કરી તેઓને કાયદાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે, તેવામાં ભરૂચ ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા હાંસલ થઈ હતી.

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના જુના સક્કરપોર ગામે તાડ ફળિયા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમ્યાન તાડ ફળિયામાં રહેતો ઈસમ તેની સફેદ કલરની કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાનું માલુમ પડ્યું હતું, ત્યારે ક્રાઇમ બ્રાંચ દ્વારા આ મામલે હજારોની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સહિત ગાડી મળી કુલ 2,25,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે કાર માલિકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story