/connect-gujarat/media/post_banners/ba55af965a8241c61ed1d2c91e2870ce81d562485c99f016c261cf395fa896f5.jpg)
અંકલેશ્વર શહેર પોલીસે સુરવાડી ફાટક નજીકથી બે રીઢા વાહનચોરને ઝડપી પાડયાં હતાં તેમની પાસેથી ચોરીની મનાતી 19 બાઇક કબજે લેવાય છે.
અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે બે બાઇક ચાલકોને શંકાના આધારે રોકયાં હતાં. બંને બાઇકનો નંબર નહિ હોવાથી પોલીસે જરૂરી દસ્તાવેજોની માંગણી કરી હતી પણ તેઓ રજુ કરી શકયાં ન હતાં. પોલીસે તેઓ પાસે રહેલી બાઇકના એન્જીન અને ચેચીસ નંબર ને ઇ.ગુજકોપ મોબાઈલ પોકેટ કોપમાં સર્ચ કરતા બાઇક ચોરીની હોવાનું જણાયું હતું. પોલીસે વધુ પુછપરછ કરતાં તેમણે આ બાઇકની અંકલેશ્વરના બ્રિજ નગર પાસેથી ઉઠાંતરી કરી હોવાની કબુલાત આપી હતી. આરોપીઓના નામ હીંગલોટના નઈમ ઉર્ફે સાનુ ઇકબાલ શેખ તથા અંકલેશ્વરના સર્વોદય નગરમાં રહેતાં મોહંમદ ઉઝેર અબ્દુલ શેખ હોવાનું પોલીસે જણાવ્યું છે. બંને તસ્કરો પાસેથી ચોરીની કુલ ૧૯ મોટર સાયકલો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.