/connect-gujarat/media/post_banners/a9a5cc782e445532959147fcd0994a08661ff4fdf4d6288712a5101e516ef36a.jpg)
અંકલેશ્વર તાલુકાના અમરાતપરા ગામમાં સીમમાં અમરાવતી નદી કિનારે દેશી દારૂ બનાવવાની મીની ફેકટરી પર પોલીસે દરોડા પાડતા પાઇપલાઇનનું નેટવર્ક મારફતે દારૂ બનાવતો કીમિયો ઝડપાયો છે
અંકલેશ્વર તાલુકાના અમરાતપરા ગામમાં સીમમાં અમરાવતી નદી કિનારે મોટી માત્રામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે હોવાની બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી પોલીસના દરોડામાં પોલીસ પણ ચોકી ઉઠી હતી સ્થળ પરથી દારૂ માટે બનાવાયેલ અન્ડરગ્રાઉન્ડ ટાંકીઓ અને ભઠ્ઠીઓ ઝડપાઇ હતી જો કે નવી પદ્ધતિથી દેશી દારૂ તૈયાર કરવામાં આવતું હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું હતું પોલીસે પાઇપલાઇન નેટવર્ક મારફતે દારૂ બનાવતો કીમિયો ઝડપી પાડ્યો હતો
અને ઝડપી પાડેલ હજારો લીટર વોશનો જથ્થો નાસ કર્યો હતો તપાસ હાથ ધરી હતી તો આવી જ રીતે પોલીસે અમરાવતી નદી કિનારે બે સ્થળોએ દેશી દારૂ બનાવવા વોશનો જથ્થો તૈયાર કરવામાં આવી રહ્યો છે જેવી બાતમીના આધારે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 3 હજાર લીટર વોશનો જથ્થો કબ્જે કર્યો હતો અને અમરતપરા ગામમાં રહેતો બુટલેગર સુંદર ગંભીર વસાવા અને અરવિંદ અંબુ વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે નવા કાસીયા ગામના ભાથીજી મંદિર ફળીયામાં રહેતી મહિલા બુટલેગર સંગીતાબેન બાબુ પાટણવાડિયાના ઘરે દરોડા પાડ્યો હતો પોલીસે સ્થળ પરથી 650 લીટર વોશનો જથ્થો કબ્જે કર્યો હતો આમ પોલીસે 7 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ: જંબુસરના MLA ડી.કે.સ્વામી અંગે કોંગ્રેસના આગેવાનની વિવાદિત ટિપ્પણી, કહ્યું બાવાને......!
પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલ સભામાં પાદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગિરવંતસિંહે જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી.
ભરૂચના જંબુસર તાલુકાના કહાનવા ગામે કોંગ્રેસની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલ સભામાં પાદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગિરવંતસિંહે જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે મોંઘવારીની તેઓને ક્યાંથી ખબર પડે તેઓને પત્ની અને છોકરાઓ નથી માટે તેમને ઘરની જવાબદારી નો ખ્યાલ નહીં આવે. ધારાસભ્ય અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દેવકિશોર સ્વામી અંગે ટિપ્પણી કરાતા વિવાદનો મધપુડો છંછેડાયો છે. આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.