અંકલેશ્વર : સજોદ ગામે એક જ ફળીયામાં 2 જગ્યાએથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો, 2 બુટલેગર વોન્ટેડ

જિલ્લાના અંકલેશ્વર તાલુકા પોલીસે સજોદ ગામના વાળીનાથ ફળિયામાંથી 2 અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર : સજોદ ગામે એક જ ફળીયામાં 2 જગ્યાએથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો, 2 બુટલેગર વોન્ટેડ
New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પોલીસે સજોદ ગામના વાળીનાથ ફળિયામાંથી 2 અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, સજોદ ગામના વાળીનાથ ફળિયામાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે ચીનો અરવિંદ પટેલ પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 322 નંગ બોટલ મળી કુલ રૂ. 26 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે બુટલેગર ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ, પોલીસે આવી જ રીતે સજોદ ગામના વાળીનાથ ફળિયામાં રહેતા બુટલેગર ગિરીશ રણછોડ પટેલના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 18 નંગ બોટલ મળી કુલ રૂ. 6 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ પોલીસે બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

#Ankleshwar #CGNews #police #seized #Gujarat #Foreign Liquor #2 bootleggers wanted #Sajod village
Here are a few more articles:
Read the Next Article