Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા સતત 5 દિવસથી પૂરઅસરગ્રસ્ત વિસ્તારમાં સાધન-સહાયનું વિતરણ

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી અંકલેશ્વરના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સેવયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પ્રોલાઈફ ફાઉન્ડેશન અને હેલ્પલાઇન ગ્રુપના સહયોગથી ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારો તેમજ નદી કાંઠાના ગામોમાં અસરગ્રસ્તોને સહાય સામગ્રીના વિતરણ થકી સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી અંકલેશ્વરના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સેવયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં અંકલેશ્વરના પ્રોલાઈફ ફાઉન્ડેશન અને હેલ્પલાઇન ગ્રુપને સાથે રાખી અંકલેશ્વર શહેરના કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારો તેમજ નદી કાંઠાના ગામો જેવા કે, ખાલપિયા,જૂના પુનગામ,બોરભાઠા બેટ,બોરભાઠા,સરફુદ્દીન, કાંસિયા અને જૂના કાંસિયા સહિતના ગામોમાં અસરગ્રસ્તોને રસોડાના વાસણો, પાણી સંગ્રહ કરવાના સાધનો, કપડાં, પગરખાં, દૂધ,શેતરંજી તેમજ 500થી વધુ તાડપત્રી સહિતની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અધિક કલેક્ટર નૈતિકા પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.આ સેવા કાર્યમાં પ્રોલાઈફ ફાઉન્ડેશનના પ્રમુખ કરણજોલી,સચિવ યોગેશ પારિક,હેલ્પલાઇન ગ્રૂપના તુષાર પટેલ,જયદીપ ચૌહાણ,પ્રધ્યુમનસિંહ,હિતેન્દ્રસિંહ તથા 12થી 15 યુવાનોની ટીમ જોડાય હતી

Next Story