અંકલેશ્વર : ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર વાહનચાલકો સામે બી’ ડિવિઝન પોલીસની દંડનીય કાર્યવાહી…

પોલીસની કાર્યવાહીના પગલે વાહન પર બ્લેક ફિલ્મ લગાડીને ફરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

New Update
અંકલેશ્વર : ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર વાહનચાલકો સામે બી’ ડિવિઝન પોલીસની દંડનીય કાર્યવાહી…

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેરમાં ગુનાખોરી અને વિદેશી દારૂની હેરાફેરી સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવાના હેતુથી અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી વિસ્તારમાં વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. એટલું જ નહીં, બ્લેક ફિલ્મ સહિત ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર વાહનચાલકો સામે દંડ પણ વસૂલ કર્યો હતો. જોકે, પોલીસની કાર્યવાહીના પગલે વાહન પર બ્લેક ફિલ્મ લગાડીને ફરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Latest Stories