Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : રોંગ સાઈડ પર બસ હંકારી લાવતા ચાલક વિરુદ્ધ GIDC પોલીસની દંડનીય કાર્યવાહી...

રોંગ સાઇડે બસ હંકારી લાવવા બદલ પોલીસે ગુનો નોંધી ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અંકલેશ્વર : રોંગ સાઈડ પર બસ હંકારી લાવતા ચાલક વિરુદ્ધ GIDC પોલીસની દંડનીય કાર્યવાહી...
X

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે રોંગ સાઈડ પર બસ હંકારી આવતા ચાલક પર કરી દંડનીય કાર્યવાહી જારી છે. વાલીયા ચોકડી પર રોંગ સાઈડ વાહન હંકારી ટ્રાફિક જામ કરતાં પોલીસે ચાલકની અટકાયત કરી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં છેલ્લા અઠવાડિયાથી શહેર તેમજ વાલીયા ચોકડી વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.

એવામાં ટ્રાફિક પોલીસ પણ બન્ને તરફની ટ્રાફિક વ્યવસ્થા સંભાળવા અતિ વ્યસ્તતા સાથે પોતાની કામગીરી કરી રહી છે. આ દરમિયાન વડોદરાથી સુરત જવાના માર્ગ ઉપર આમલાખાડી પુલ ઉપરથી રોંગ સાઈડ પોતાની લક્ઝરી બસ હંકારી લાવી ભારે ટ્રાફિક જામ કરી દેતા ટ્રાફિક પોલીસે રાજસ્થાનના બસ ચાલકની લકઝરી બસ નં. AR-06-B-0103 જપ્ત લઈ અટકાયત કરી હતી. જેમાં પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા સામેથી આવતા વાહન ચાલકો અને રાહદારીઓની જીંદગી જોખમાય તે રીતે રોંગ સાઇડે બસ હંકારી લાવવા બદલ પોલીસે ગુનો નોંધી ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story