અંકલેશ્વર : અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભડકોદરા સ્થિત રામજી મંદિરે સફાઈ અભિયાન યોજાયું...

તા. 22 જાન્યુયારીના રોજ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને PM મોદી દ્વારા લોકોને પોતાના વિસ્તારમાં સાફ-સફાઈ કરવા આહ્વાન કરાયું છે

New Update
અંકલેશ્વર : અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભડકોદરા સ્થિત રામજી મંદિરે સફાઈ અભિયાન યોજાયું...

તા. 22 જાન્યુયારીના રોજ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને PM મોદી દ્વારા લોકોને પોતાના વિસ્તારમાં સાફ-સફાઈ કરવા આહ્વાન કરાયું છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ભડકોદરા ગામ સ્થિત રામજી મંદિર ખાતે ધારાસભ્ય ઈશ્વર પટેલની ઉપસ્થિતીમાં સફાઈ અભિયાન યોજાયું હતું.

આગામી તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશ રામમય બની આ મહાઉત્સવની તૈયારીઓમાં જોતરાય ગયો છે. તો બીજી તરફ, અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને PM નરેન્દ્ર મોદી દ્વારા લોકોને પોતાના વિસ્તારમાં શહેર અને શેરીઓમાં સાફ-સફાઈ કરવા આહ્વાન કરાયું છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ભડકોદરા ગામ સ્થિત રામજી મંદિર ખાતે ધારાસભ્ય ઈશ્વર પટેલની ઉપસ્થિતીમાં સફાઈ અભિયાન યોજાયું હતું. આ સાથે જ પોતાના શહેર અને શેરીઓને સ્વચ્છ રાખવા સ્થાનિકો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વર પટેલ, ભરૂચ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ મીનાક્ષી પટેલ, માજી તાલુકા પ્રમુખ અનિલ પટેલ, ભાજપ જિલ્લા ઉપપ્રમુખ અશોક ઝા સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories