અંકલેશ્વર : જે.એન.પીટીટ લાયબ્રેરીના પ્રાંગણમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાય...
ભારતના 74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત ધી જે.એન.પીટીટ લાયબ્રેરીના પ્રાંગણમાં ધ્વજવંદન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
BY Connect Gujarat Desk26 Jan 2023 9:45 AM GMT

X
Connect Gujarat Desk26 Jan 2023 9:45 AM GMT
ભારતના 74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત ધી જે.એન.પીટીટ લાયબ્રેરીના પ્રાંગણમાં ધ્વજવંદન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ધી જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે આયોજિત પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જે.એન.પીટીટ લાયબ્રેરીના યુવા ટ્રસ્ટી અને પી.પી.સવાણી યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર વિશાલ શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિશાલ શાહના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. આ સાથે જ ઉપસ્થિત મહેમાનોને ઉદબોધન કરી પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી હતી. સંસ્થાના પ્રમુખ ભુપેન્દ્ર શાહે આશિર્વચન પાઠવી દેશભક્તિ ગીત ગાઈ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શેરી કાથાવાલાએ કર્યું હતું.
Next Story