અંકલેશ્વર : ગજાનંદ સોસાયટીના માર્ગ પર ગટરનું દુર્ગંધયુક્ત પાણી ફરી વળતાં સ્થાનિકો ત્રાહિમામ...

શહેરના વોર્ડ નંબર-2માં આવેલ ગજાનંદ સોસાયટીમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી માર્ગ પર ફરી વળતાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

અંકલેશ્વર : ગજાનંદ સોસાયટીના માર્ગ પર ગટરનું દુર્ગંધયુક્ત પાણી ફરી વળતાં સ્થાનિકો ત્રાહિમામ...
New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-2માં આવેલ ગજાનંદ સોસાયટીમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી માર્ગ પર ફરી વળતાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હસતી તળાવ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર-2માંઆવેલ ગજાનંદ સોસાયટીમાં પાલિકાના પૂર્વ પ્રમુખના ઘર નજીક જ ગટરના પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. તો બીજી તરફ, સ્થાનિક રહીશોના ઘર આગળથી દૂષિત પાણી પસાર થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ કેટલાક રાહદારી લોકો પણ દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. અત્યંત દુર્ગંધયુક્ત ગટરના પાણીના કારણે લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાય રહી છે, ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો સ્થાનિકોની આ કપરી સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે.

#Gujarat #CGNews #Ankleshwar #Residents protest #Gajanand Society #road #smelling sewage #flows
Here are a few more articles:
Read the Next Article