Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : 'સ્ત્રીઓનુ સન્માન જરૂરી' : જેસીઆઈ દ્વારા માસિક સ્રાવની સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા દરેક નારીને પેડ ફ્રી માં આપવામાં આવ્યા, નાસ્તા નું પણ આયોજન કર્યું સાથે સાથે સેનેટરી પેડ બેન્કનો પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું

X

અંકેશ્વર શહેર જેસીઆઈ દ્વારા માસિક સ્રાવની સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા વીકનું આયોજન કરવામાં આવ્યું નારી ભગવાનું ખૂબ જ સુંદર અને અનોખું સર્જન છે.દર મહિને નારીને પાંચ દિવસ માસિક ધર્મ આવે છે અને એ દરમિયાન થતાં ઘણા બધા પ્રોબ્લેમના સોલ્યુશન માટે તથા એની જાગૃતતા લાવવી ખૂબ જરૂરી છે. નારીઓને થતાં પ્રોબ્લેમનો નિકાલ કરવા પ્રેસિડન્ટ જેસી કિંજલ શાહ એ ગામની દરેક બહેનોને જરૂરી જાણકારી આપવામાં આવી હતી.

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા દરેક નારીને પેડ ફ્રી માં આપવામાં આવ્યા, નાસ્તા નું પણ આયોજન કર્યું સાથે સાથે સેનેટરી પેડ બેન્કનો પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેના ભાગરૂપ ગામની જે સ્ત્રીને પેડ જોઈતું હોય તે ફ્રીમાંથીએ પેડબેંકમાંથી લઈ શકે છે.જેમાં વોકાથોન એટલે કે પેડ યાત્રા, માસિક ધર્મની જાણકારી સહિત યોગાનુ આયોજન કરવામાં આવ્યું હતું , જેસીઆઈ અંકલેશ્વર દ્વારા બ્રહ્માકુમારીના યોગદાનથી બ્રહ્મકુમારી સેન્ટર અંકલેશ્વરમાં એક ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેસીઆઈ અંકલેશ્વર દ્વારા બાકરોલ ગામ ખાતે બાકરોલ ગામ ની મહિલાઓમાં પણ જાગૃતતા લાવવા માટે સ્ત્રીઓમાં થતા માસિક સ્ત્રાવ વખતે પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવવા ટ્રેનર જીગીશાબેન એ ખૂબ મહત્વની જાણકારી આપી હતી

સાથે ઓનલાઇન ડ્રોઈંગ કોમ્પીટીશન, મહિલાઓના માસિકના દિવસોમાં પુરુષોનું શું કાર્ય છે એના ઉપર પણ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓને સેનેટરી નેપકીન પેડ તથા પેડ બેંક બે ગામમાં મૂકવામાં આવ્યું હતું. ગામની મહિલાઓ માટે બ્લડગ્રુપ ચેક અપ અને હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું આમ આખા વીકનું આયોજન કરાયું હતું.આ આખા વીકના પ્રોગ્રામને સફળ કરવા માટે જેસીઆઈ પ્રયાસ અંકલેશ્વર પ્રોજેક્ટ ચેરમેન જેસી શ્યામા શાહ, પ્રોજેક્ટ કોર્ડીનેટર જેસી શીતલ જાની , જેસી ચંચલ શાહ, જેસી કરુણા ભંડારી, જેસી ફોરમ ભટ્ટ, જેસી દિપ્તી જોશી, જેસી પાયલ રાદડીયા એ કાર્યક્રમને પાર પડ્યો હતો.

Next Story